Monday, 25 November 2013

સત્ય દરેક વસ્તુ ને સુંદર બનાવે છે.

સત્ય સ્વતંત્ર માણસ નો ભગવાન છે.
સત્ય :

સત્ય દરેક વસ્તુ ને સુંદર બનાવે છે.

દુનિયા ની બધી માન્યતાઓ સત્ય હોય એવું જરૂરી નથી.

સત્ય સ્વતંત્ર માણસ નો ભગવાન છે.

ઘણી વાર તમે સાચું બોલી ને સામેના માણસ ની છાતી ચીરી કાઢો છો.

તમે જ તમારું સત્ય કહો નહિ તો બીજું કોઈ તમારું સત્ય તમારી સામું જ બોલી દેશે.




સત્ય તો એક જ હોય છે, પણ તેને દર્શાવનારા તેને અલગ-અલગ રીતે રજુ કરતા હોય છે.

આ દુનિયા માં દરેક જણ પોત-પોતાનું સત્ય સંભાળવવા નીકળી પડ્યું છે, હવે મજેદાર વાત એ છે કે તમે કોની વાત ને સત્ય માનો છો, અને સાંભળો છો .

આપણે એ લોકો માં જરૂર થી વિશ્વાસ મૂકી સકીએ જે સત્ય ને શોધવાનો આદર કરે છે, પણ એ લોકો ને તો સક ની નજર થી જ જોવા જોઈ જે સત્ય સોધીને લાવે છે.

મજાક-મજાક માં તમે એક સાચી વાત બોલી ને મજાક ને કડવી બનાવી શકો છો. . . અને કડવી વાત માં  સત્ય ઉમેરીને તેને એક વધુ મજાક . . !

સત્ય બોલવાનો ફાયદો એ છે કે તમે હળવા થઇ જાઓ છો એ માથાકૂટ થી કે હવે તમારે શું છુપાવવાનું નથી.

સત્ય તમારું  હથિયાર પણ બની સકે છે અને કમજોરી પણ . . . !
 
#  સત્ય વિષે
23.11.2013, Monday

No comments:

Post a Comment