Monday, 4 November 2013

અઠ્ઠાવીસ વર્ષ ની જિંદગી : લાઈફ નું background music આટલું ક્રૂર કેમ હોય છે ?

Thanks . . .


દોસ્તો,

તમારો ખુબ - ખુબ આભાર જન્મ દિવસ ની સુભેચ્છાઓ માટે . . .

આ વરષે દિવાળી પણ સાથે હતી . . . એટલે ખુશી ડબલ થઇ ગઈ . . .

એવી ઢગલો વાતો અને પ્રસંગો જેને વિતેલા વર્ષ ને એક નોવેલ ની જેમ જ રોમાંચક બનાવી કાઢ્યું . . . છેલ્લા દિવસે જયારે વિચારવા બેસીએ ત્યારે લાગે કે " બોસ શું વરસ હતું એ . . .! "

તમારામાં થી પણ ઘણા ની એવી જ હાલત હશે . . રાઇટ ?

આપ કી ખિદમત મેં પેશ હે - કેટલાક આડા અવળા વિચારો:

જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધી એ હોય છે કે લોકો એમ માની બેસે કે તમે હવે તૂટી ગયા છો . . . અને તમે મર્દ ની જેમ બેઠા થાવ . . . લોકો ને તમે મજબુર કરી દો એમની આંખો ના ચશ્માં ના નંબર ચેક કરાવવા માટે . . . જિંદગી જીવવી એ એક ગર્વ લેવા જેવી વાત છે, . . જો તમે એને એ રીતે જીવ્યા હોય તો . .!

દરેક ની જિંદગી નો એક અર્થ નીકળતો હોય છે। . . . એ અર્થ - જેની વાહ વાહ લોકો ને એના માર્યા પછી કરવી ગમતી હોય છે। . . અને તમે જાણો છો કે એનો કશો અર્થ નથી . . . છતાયે . . !

તમારે છેવટે સ્વીકારી લેવું પડે છે કે તમે એક યોદ્ધા છો અને તમારે પણ જાણે - અજાણ્યે એક યુદ્ધ લડવાનું હોય છે, . . . જીવન ના દરેક ક્ષેત્રે : ચાહે પછી એ સમાજ સામુ હોય, પોતાના બોસ ની સામે કે પછી પોતાની સામુ જ કેમ ના હોય . . તમે એ વાત સ્વીકારો કે ના સ્વીકારો . . . તમને ગમે કે ના ગમે . . આ દુનિયા તમને એ રંગો એ રંગી નાખે છે કે જે તમારા જીવન ના સિલેબસ માં નથી . . . અને ધીમે ધીમે એ જ રંગો તમારા લોહી માં વણાઈ જતા હોય છે, . . . તમે એક આદર્શવાદી હતા, જેને હવે દુનિયા એ નવું બિરુદ આપ્યું હોય છે : " એ તો બહુ પ્રેક્ટીકલ માણસ બની ગયો છે . . . " જીનેટીકલી હવે તમારા રંગસૂત્રો બદલાઈ ચુક્યા હોય છે . . . હવે તમે એક એવા માણસ બની ચુક્યા હોવ છો જે લોકો ના હાસ્ય માં પણ રોદણાં શોધી સકે છે . . !

ઈનફેક્ટ, લાઈફ માં રોદણાં રોવાનો કઈ જ અર્થ નથી . . . એ પછી એ મારી લાઈફ હોય કે તમારી . . . જિંદગી - એક જ વાર જીવાતી હોય છે . . . અને એટલે જ તમારે એ રીતે જીવવી જોઈએ જેવી તમે ઈચ્છો છો . . . અહિયાં કોઈ અવેજી ખેલાડી નથી મળવાનો જે તમારા બદલા માં દોડી લેશે . . . પોતાનું motivation જાતે જ બનવું પડે છે . . પોતે જ પોતાની ફિલોસોફી બનાવવી પડે છે। . . (અખો કહે છે એમ જ તો : તું તારો ગુરુ થા . . !) . . . પોતાની નિષ્ફળતાઓ પણ પોતે જ પચાવવી પડે છે, . . પોતાની સફળતાઓ માં પણ જાતે જ પોતાને શાબાશી આપવી પડે છે, . .તમારે સીખવું પડે છે કે જયારે બધુ અવળુ પડે ત્યારે પોત જ પોતાનો ખભો થાબડવો પડે છે . . . interestingly તમને એ પણ ખબર જ હોય છે કે કોઈ પણ વાત જે તમે કહો છો એ ફક્ત તમારી એકલા ની નથી હોતી . . . દરેક ના મનોરાજ્ય માં એક ધમસાણ મચેલું હોય છે જ . . !

આ જ જીવન છે . . અને અને તમારે જ જીવવાનું છે . . . આમ તમારી કોઈ બહાના બાજી ચાલતી નથી . . અથવા કહો તો ચાલી સકતી નથી . . . ખાડા માં પડ્યા પછી પણ ઉભા થવા માટે પણ તમારે પોતે જ મહેનત કરાવી પડે છે, . . . તમારા દોસ્તો કદાચ હોય છે ખાડા ની આજુ બાજુ પણ એ વખતે તેમનો રોલ ફક્ત પ્રેક્ષક નો હોય છે, . . . અને તમારા દુશ્મનો તો આ પ્રસંગ ની રાહ જોઇને બેઠા હોય છે . . . તેમના માટે આ ઉત્સવ છે . . . તમને કદાચ ફરક સમજાઇ જાય છે : who is really - યારો, બદ્શાહો . . . !

હસતા માણસો ને જોઈ ને નાનો હતો ત્યારે ક્યારેક વિચારતો કે આ માણસ આટલો ખુશ કેમનો રહી સકતો હશે? . . હવે એવું કશું વિચારવાની જરૂર નથી પડતી
. . . (આપણ ને ઘણી બધી વાતો માણસો ના ચહેરા જોઇને જ ખબર પડી જાય છે . . . )

અઠ્ઠાવીસ વર્ષ ની જિંદગી : 3rd Nov - 2013


કદાચ, હવે તમને સમજાઇ જાય છે કે લાઈફ નું background music આટલું ક્રૂર કેમ હોય છે . . . ! ( . . ઉફ્ફ , . . સો મચ ફીલોશોફીકલ યારો . . .)

લેકિન, કિન્તુ, પરંતુ; . . .

facebook એક પ્લેટફોર્મ છે જ્યાં મિત્રો ને મળતો રહું છું . . . જ્યાં મેં મારા વિચારો મિત્રો સામે મુક્યા છે . . . નવા નવા પ્રતિભાવો મળે છે, , , જ્યાં રોજ કૈક ને કૈક સીખવા મળે છે . . . એવા ઘણાય મિત્રો મને મળ્યા છે કે જે હંમેસા તૈયાર હોય છે કૈક સીખવવા માટે અને એ પણ કોઈ જાતની અપેક્ષા વગર . . .

જલસા પડી જાય છે દોસ્તો તમારી સાથે . .

વીતેલા વર્ષે કઈ ખોટું લાગ્યું હોય તો . . . બોલ્યું ચાલ્યું માફ !

નવા વર્ષ ની ખુબ ખુબ સુભેચ્છાઓ . . .

ફરીથી, . . . આભાર દોસ્તો, . . .

યોર્સ,

નિમેષ પ્રજાપતિ

No comments:

Post a Comment