Monday, 18 November 2013

બે જિંદગીઓ . . .


કલાકાર ની જેમ જ લેખક ની પણ બે જિંદગીઓ હોય છે :

એક જે એને પોતે જીવી હોય છે અને બીજી તેના વાચકો તેને જીવાડતાં હોય છે. . .

ઘણો ફરક હોય છે આ બંને જિંદગીઓ માં :

ઘણા  લેખકો ની પોતાની અંગત જીંદગી ખુબ જ ટૂંકી હોય છે પણ, વાચકો ના મન માં તે અમર હોય છે. . . . એવું જીવન જે ભરપુર જીવ્યું હોય અને એવું  મૃત્યુ જે ક્યારેય અસ્તિત્વ પામવાનું નથી . . . અને દરેક વાચક ના હ્યદય માં જીવાતી જિંદગી તો અલગ - અલગ  . . .

નાનપણ માં વાંચેલી ચોપડીઓ જે સદાયે મન માં ઘુમરાયા કરતી . . . અને જેમ જેમ મોટા થતા ગયા ત્યારે ખબર પડતી કે આપણ ને  વાચવા ગમતો લેખક કે કવિ તો હવે આ પૃથ્વી પર નથી ત્યારે મન પહેલા તો માનવા જ તૈયાર ના થાય . . . " એવું હોય જ નહિ ને . . . "

અભાર ભગવાન, જેમ જેમ વધુ મોટા થતા ગયા તેમ-તેમ સમજાતું ગયું કે હું બરાબર માનતો હતો : " એવું છે જ નહિ. . . "

લેખકો, કવિઓ અને કલાકારો ને લાઈફ આ જ બાબત માં અલગ હોય છે બીજ ઓ  થી . . .

# Nimesh : 18.11.2013 - Monday

No comments:

Post a Comment