ધાર્મિક
કથાઓ અને પ્રવચનો લોકપ્રિય હોવાનું
એક કારણ એ છે કે લોકો નિરક્ષર છે. જે સ્ત્રીને વાંચતાં આવડતું નથી એને માટે કથા સાંભળવા બેસી જવું એ
બીજો શ્રેષ્ઠ માર્ગ છે! જેમને થોડું પણ વાંચતાં આવડે છે એમને ક્યારેક વાંચવાનો કંટાળો આવે છે અને
જેમને ઘણું વાંચતા આવડે છે એમને વાંચવા માટે
પુસ્તકો મળતાં નથી!
દરેક
ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ!
સરસ્વતીચંદ્ર
મને કોઈ દિવસ બહુ મહાન કૃતિ
લાગી જ નથી. એ મને ફોસિલ લાગી છે. ફોસિલ એટલે અશ્મિયુગનું ઉત્ખનન કરીને પ્રાપ્ત કરેલું એકાદ હાડકું, એકાદ દાંત, એકાદ જડબાનો ટુકડો, જેના પરથી એ કાલખંડના પૂરા
મનુષ્યપ્રાણીનું હું કલ્પનાચિત્ર સર્જી શકું છું. ફોસિલ ઈતિહાસથી પૂર્વ પરા-ઈતિહાસ
અને એથી પણ પૂર્વ પ્રાગૈતિહાસિકનું હોઈ શકે છે. ફોસિલનું ઐતિહાસિક મહત્ત્વ છે, ભૂસ્તરીય મહત્ત્વ છે, નૃવંશીય મહત્ત્વ છે. ગોવર્ધનરામ મારે માટે
ગુજરાતી નવલકથાનું પ્રથમ ચરણ છે, પણ સરસ્વતીચંદ્ર એ શ્રેષ્ઠ નવલકથા નથી, આજની શ્રેષ્ઠ નવલકથા નથી. ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ન ભૂતો ન ભવિષ્યતિ
નવલકથા મને લાગી નથી.
આત્મકથા
એવી હોવી જોઈએ જેમાં કંઈક બનવું
જોઈએ. જીવન જિવાયું છે એ દેખાવું જોઈએ. બાકી તો માર્ક ટ્વેઈને લખ્યું છે એમ ઘણાખરાના જીવન વિશે એક જ
વાક્ય લખી શકાય: એ 30 વર્ષે જન્મ્યો અને 60 વર્ષે દફન થયો...
જવાની
અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની
સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી
જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...!
ગુજરાતી
ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી
બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને
આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી
પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી
જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ.
પણ પ્રજાના મનની
જલસપાટીમાં
ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં.
અમેરિકામાં રાષ્ટ્રપતિ કૅનેડીએ કહ્યું હતું કે
જે માણસ સવારે 8-30 વાગે ઘરથી નીકળે છે, અને સાંજે 5-30 વાગે
ઘરે પાછો ફરે છે એ અમેરિકન હીરો છે. મુંબઈનો હીરો કોણ છે? બૉલિવુડમાં, બાફેલા બટાટા જેવી સુંવાળી દાઢી પર
મેક-અપ કરીને આયનાની સામે બેઠેલો પુરુષ નથી, મુંબઈનો હીરો એ માણસ છે જે સવારના 8-30 વાગે ટ્રેન કે બસમાંથી નીકળે છે, અને સાંજે 8-30 વાગે ઘેર પાછો ફરે છે, અને માર્ગમાંથી માતા માટે દવા, પત્ની માટે શાક અને સંતાનો માટે
ચૉકલેટ લઈને આવે
છે, એ મારી દ્રષ્ટિએ મુંબઈનો હીરો છે.
: ક્વોટેબલ ક્વોટ્સ
No comments:
Post a Comment