Friday, 22 November 2013

આજ નો વિચાર : 23/11/2013

શુભ સવાર દોસ્ત . . .





શુભ સવાર દોસ્ત,

અભિનંદન . . .

24 કલાક નો એકદમ સમય નો રોકડો ચેક  તમારા હાથ માં આવી ગયો છે.

હવે એ તમારી માલિકી નો છે, તમે મન ફાવે એમ વાપરો આ આજનો દિવસ, . . . .

તમારી પાસે કદાચ બે વિકલ્પો છે : -

1. મળેલા આ અમુલ્ય સમય ને ખુબ જ સાવચેતી થી સારા કામ માં વાપરવો.

2. રોજ તો મળવાનો છે એમ માની ને વેડફી નાખવો.

તમે માલિક છો એટલે પસંદગી તો તમારે જ કરવાની છે. . .

મને અત્યારે એક વાક્ય યાદ આવી ગયું, અને મને લાગ્યું કે તમારી સાથે શેર કરવું જોઈએ -

" દરેક દિવસ તમારી જિંદગી નો છેલ્લો દિવસ છે એમ માની ને જીવો. .  મારો વિશ્વાસ કરજો - તમે એક દિવસ જરૂર સાચા પડશો।  . . ! " - ચાલ્સ રે

ચીયર્સ. . . !!!


Thursday, 21 November 2013

ફેસબુક પર મળતા લાઇકસ પર સંસોધન અને આક્રોશ


ફેસબુક પર તમારા સ્ટેટસ ને મળતા લાઇકસ અને ડીસલાઇકસ વિષે મેંહાંણા (મહેસાણા) ના પ્રખ્યાત ડાહ્યાભાઈ ગાંડાભાઈ અમથાભાઈ આક્રોશ મા લખે છે :

" એવું ચમ લ્યા ???? "

" હારું, અમે બૌ હારું-હારું લસીએ . . . તોયે અમન ગાંમ નો ભા એ લાઈક નૈ આપતો . . . અન પેલુ મારું હારું રમણીયું ઓલી રમતુડી બનીન,  જુઠું નામ લસી ન હજારો લાઈક લઇ જાય સ. . . . "

" એવું ચમનું લ્યા ???? "


                                                                  ***** 


ફેસબુક પર મળતા લાઇકસ પર વિજ્ઞાનિક ન્યુટન નું નવું સંસોધન :

ન્યુટનભાઈ સ્વર્ગ માં થી બીજો નિયમ લખે છે : -

" ફેસબુક પર તમારા સ્ટેટસ ને મળતા લાઇકસ તમારી જાતી (. . . અર્થાત - નર કે નારી ) ના સમ પ્રમાણ માં હોય છે, અને તમારી સ્ટેટસ ની ક્વોલીટી ના વ્યસ્ત પ્રમાણ માં હોય છે. . . "

હાસ્ય લેખ અને કવિતાઓ . . .


" જો વાચતા ની સાથે જ હસવું આવે એને હાસ્ય લેખ કહેવાતો હોય,

તો તો પછી 90 % કવિતાઓ હાસ્ય કવિતાઓ કહેવાવી જોઈએ. . . !!! "

ખાસ નોધ :

1) કવિઓ ખોટું ના લગાડે . . . બસ કવિતાઓ ( આઈ મીન હાસ્ય કવિતાઓ) લખવાનું ચાલુ રાખે . . . !!! )

2) વિવેચક બાળકો રડવાનું ચાલુ ના કરે કે હાસ્ય નો નિર્મળ હોવું જોઈએ કે બીર્બળ (બીરબલ ) હોવું જોઈએ.

આજ નો વિચાર : 22/11/2013

સમય કોઈનીયે રાહ જોતો નથી, નહિ મારી કે નહિ તમારી . . .

કેમ છે દોસ્ત,

શુભ સવાર . . .

આજે હું ઓફીસ જવામાં થોડો ઉતાવળ માં છું, એટલે ટૂંક માં જ મારી વાત પતાવીસ . . .

આપણે કદાચ વાતો-વાતો માં ભૂલી જઈએ છીએ પણ -

આ સમય કોઈનીયે રાહ જોતો નથી, નહિ મારી કે નહિ તમારી . . .

એતો એની નક્કી કરેલી ગતિએ ચાલતો જ રહે છે, . . . આમ તો જોકે મને કે તમને આ વાત થી કઈ પ્રોબ્લેમ હોવો જ ના જોઈએ, રાઇટ ?

પણ, થાય છે એવું ને કે ક્યારેક આપણે  ભવિષ્ય ની ચિંતાઓ માં અને ભૂતકાળ ને ખોદવામાં સમય ને વેડફી નાખીએ છીએ, અને તમે તો જાણો જ છો કે એનો કશો અર્થ નથી છતાયે . . . !

ઉફ્ફ, હવે મારો સમય મારાથી આગળ નીકળી જાય એ પહેલા હું દોડવા માંડું . . . મળીએ આવતી કાલે. . .

ચીયર્સ. . . !!!

Wednesday, 20 November 2013

આજ નો વિચાર : 21/11/2013


કોમનસેન્સ બધામાં કોમન હોતી નથી . . . . !




કેમ છે દોસ્ત, . . . ગુડ મોર્નિંગ,

આજે, ઘણા વર્ષો પહેલા અહા - જિંદગી મેગેઝીન માં વાંચેલા લેખ માં ની પક્તિઓ યાદ આવી ગઈ -

" કોમનસેન્સ બધામાં કોમન હોતી નથી . . . . ! "

અમારા બેરામજી બાવા ની ભાષા માં કહું તો - થોરા માં ઘનુંચ . . . !

ચીયર્સ. . . !!!

Tuesday, 19 November 2013

આજ નો વિચાર : 19/11/2013






કેમ છે દોસ્ત, . . . ગુડ મોર્નિંગ,

આજે, એક વિચાર વિજ્ઞાનિક ના સબ્દો માં -

" સપનાઓ એ નથી કે તમને ઊંઘ માં આવે, સપનાઓ એ છે જે તમને ઊંઘવા ના દે. . . ! "

: વિજ્ઞાનિક એ. પી. જે. અબ્દુલ કલામ

ચીયર્સ. . . !!!

ક્વોટેબલ ક્વોટ્સ : ચંદ્રકાંત બક્ષી




ધાર્મિક કથાઓ અને પ્રવચનો લોકપ્રિય હોવાનું એક કારણ એ છે કે લોકો નિરક્ષર છે. જે સ્ત્રીને વાંચતાં આવડતું નથી એને માટે કથા સાંભળવા બેસી જવું એ બીજો શ્રેષ્ઠ માર્ગ છે! જેમને થોડું પણ વાંચતાં આવડે છે એમને ક્યારેક વાંચવાનો કંટાળો આવે છે અને જેમને ઘણું વાંચતા આવડે છે એમને વાંચવા માટે પુસ્તકો મળતાં નથી!

દરેક ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ! 

સરસ્વતીચંદ્ર મને કોઈ દિવસ બહુ મહાન કૃતિ લાગી જ નથી. એ મને ફોસિલ લાગી છે. ફોસિલ એટલે અશ્મિયુગનું ઉત્ખનન કરીને પ્રાપ્ત કરેલું એકાદ હાડકું, એકાદ દાંત, એકાદ જડબાનો ટુકડો, જેના પરથી એ કાલખંડના પૂરા મનુષ્યપ્રાણીનું હું કલ્પનાચિત્ર સર્જી શકું છું. ફોસિલ ઈતિહાસથી પૂર્વ પરા-ઈતિહાસ અને એથી પણ પૂર્વ પ્રાગૈતિહાસિકનું હોઈ શકે છે. ફોસિલનું ઐતિહાસિક મહત્ત્વ છે, ભૂસ્તરીય મહત્ત્વ છે, નૃવંશીય મહત્ત્વ છે. ગોવર્ધનરામ મારે માટે ગુજરાતી નવલકથાનું પ્રથમ ચરણ છે, પણ સરસ્વતીચંદ્ર એ શ્રેષ્ઠ નવલકથા નથી, આજની શ્રેષ્ઠ નવલકથા નથી. ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા મને લાગી નથી. 

આત્મકથા એવી હોવી જોઈએ જેમાં કંઈક બનવું જોઈએ. જીવન જિવાયું છે એ દેખાવું જોઈએ. બાકી તો માર્ક ટ્વેઈને લખ્યું છે એમ ઘણાખરાના જીવન વિશે એક જ વાક્ય લખી શકાય: એ 30 વર્ષે જન્મ્યો અને 60 વર્ષે દફન થયો...

જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...! 

ગુજરાતી ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ. પણ પ્રજાના મનની જલસપાટીમાં ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં.

અમેરિકામાં રાષ્ટ્રપતિ કૅનેડીએ કહ્યું હતું કે જે માણસ સવારે 8-30 વાગે ઘરથી નીકળે છે, અને સાંજે 5-30 વાગે ઘરે પાછો ફરે છે એ અમેરિકન હીરો છે. મુંબઈનો હીરો કોણ છે? બૉલિવુડમાં, બાફેલા બટાટા જેવી સુંવાળી દાઢી પર મેક-અપ કરીને આયનાની સામે બેઠેલો પુરુષ નથી, મુંબઈનો હીરો એ માણસ છે જે સવારના 8-30 વાગે ટ્રેન કે બસમાંથી નીકળે છે, અને સાંજે 8-30 વાગે ઘેર પાછો ફરે છે, અને માર્ગમાંથી માતા માટે દવા, પત્ની માટે શાક અને સંતાનો માટે ચૉકલેટ લઈને આવે છે, એ મારી દ્રષ્ટિએ મુંબઈનો હીરો છે.

: ક્વોટેબલ ક્વોટ્સ

Courtesy : બકાયદા બક્ષી