Saturday, 28 December 2013

સ્વપ્ન





" જો સ્વપ્ન તમે સેવી શકો,
તો સાકાર પણ એને કરી શકો. . . "

તા : 28 ડીસેમ્બર 2013, સનિવાર

Friday, 27 December 2013

મુસીબતો અને પસંદગી



" જીવન માં દરેક મુસીબત સામે આપણી પાસે બે રસ્તાઓ હોય છે :

1. આફત સામે તમે ભાંગી પાડો . . .

2. કે પછી આફત ને ભાંગી નીકળો આરપાર . . .

પસંદગી તમારે કરવાની છે . . .

તા : 27 ડીસેમ્બર 2013, શુક્રવાર

Thursday, 26 December 2013

નિષ્ફળતા


" નિષ્ફળતા જેવું કશું એ હોતું નથી,
હોય છે ફક્ત પ્રયત્નો નું છોડી દેવું। . . . "

તા : 26 ડીસેમ્બર 2013, ગુરુવાર

Wednesday, 25 December 2013

હાર


" જીવન માં હાર જેવું કશું એ હોતું નથી,
હોય છે તો ફક્ત મન માં રહેલી એક લાગણી  . . . "

તા : 25 ડીસેમ્બર 2013, બુધવાર

Tuesday, 24 December 2013

નિર્બળતા


" જીવન માં પાર કરવી મુશ્કેલ એવી કોઈ વાડ નથી ,
સિવાય કે આપના જ આશયો ની સ્વાભાવિક નિર્બળતા . . ."

તા : 24 ડીસેમ્બર 2013, મંગળવાર

Thursday, 19 December 2013

સાલ્લી એ જિંદગી . . . !



સાલ્લી એ જિંદગી  . . . !

લાઈફ આમ તો બધું એમ જ ચાલતું રહે છે. આપણ ને કશી ચિંતા થતી નથી કે  - આવતી કાલે શું થશે?

પણ ક્યારેક એવું કૈક બની જાય જે તમારી વિચારસરણી પર અસર કરી જાય . . .

તમને મજબુર કરી દે કૈક બીજું વિચરવા માટે . . .

પછી ભલે એ નાનકડો અકસ્માત જ કેમ ના હોય?

અને પછી તમે બદલાઈ જાઓ છો. (બોલે તો રાજુ બન ગયા જેન્ટલમેન ની જેમ જ . .!)

એવું તો ના કહેવાય કે - " હમ ને મોત કો બહુત કરીબ સે દેખા હે  . . " ( . . . નહીતો તમે પૂછી લેશો : કિતના કરીબ સે?)

તમને કદાચ બધું બદલાઈ જતું લાગે છે.

તમે ઓફીસ જતા પણ કૈક વિચારવા માંડો છો, ઓફીસ ના પટાવાળા થી લઈને રસ્તા પર જોવા મળતા ભિખારી વિષે પણ કંઈક વિચારવા લાગો છો.

નાની-નાની બાબતો તમને ખુશી આપવા લાગે છે. સૌથી મોટો ફાયદો એ છે કે તમારી ચિંતાઓ ઓછી થઇ જાય છે. ઇન ફેક્ટ તેમ  જીવો તો છો જ મજા ની લાઈફ પણ એમાયે ગણો બધો ફરક પડી જાય છે.

એવું નથી કે બધું રાતો-રાત બદલાઈ રહ્યું છે. પણ કૈક તો કોઈ જગ્યાએ બદલાયું છે એવાત ચોક્કસ છે.

તમે આકાશ માં રાત્રે તારાઓ ક્યારે જોયા હતા યાદ છે?

ઓકે, તમે પાછા બહુ બીજી માણસ છો એટલે પૂછી લઉં : છેલ્લે એવો કયો દિવસ હતો કે જયારે તમે દિવસ માં કઈ જ કામ ના કર્યું હોય અને ફક્ત પોતાના માટે એક વ્યક્તિ તરીકે પસાર કર્યો હોય? આઈ મીન - ફક્ત પોતાના માટે? બીજું એક પણ ઓફીસીઅલ કામ નહિ, ફક્ત આરામ, સમય - ફક્ત પોતાના માટે?

માન્યું કે - એવું છે કે પૈસા કમાવવા પડે છે - જીવવા માટે, અને તમારી પાસે બીજી એક પણ મૂડી નથી  - સિવાય કે તમારું પોતાનું મગજ . . . !

બટ, કિન્તુ, પરંતુ, . . . એ બધું તો જીવન ના સપોર્ટીંગ પાર્ટ્સ છે, મેઈન વાત તો છે - જીવન જીવવું . . .!!! રાઇટ . . .?

પણ યાર તમને નથી લાગતું કે - તમે છો તો જ આ બધું છે, . . . . તમે છો તો જ જીવન છે.

તમે નહિ હો પછી તો કઈ નથી. . . .

સોચ લો ઠાકુર . . . ફિર હમ કુ મત કહેના કી હમ ને બોલા નહિ. . .


Sunday, 8 December 2013

આજ નો વિચાર : 08/12/2013


" શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે કે જેને આ દુનિયા બદલવા માટે વાપરી સકાય . . .  "


- નેલ્સન મંડેલા (1918 - 2013)