Sunday, 11 May 2014

મા ત્યારે પણ બેટાને યાદ કરી ને રડતી . . .


મા ત્યારે પણ બેટાને યાદ કરી ને રડતી -
કે જ્યારે
બેટો હોસ્ટેલ માં હતો,
અને મા ઘરે હતી . . . !

મા આજે પણ બેટાને જ યાદ કરી ને રડે છે -
કે જયારે :
બેટો ઘરે છે,
અને મા વૃધ્ધાશ્રમ માં . . . !!!

~ કવિ સબ્દવખેડું

(11.05.2014 - Sunday)

Wednesday, 19 March 2014

પ્રકાશ અને અંધકાર


" આપણે પ્રકાશ તરફ જવા માટે અંધકાર માં થઇ ને પસાર થવું જ પડશે . . . "

- આલ્બર્ટ પાઈક

Tuesday, 18 March 2014

આજ નો વિચાર : 18/03/2014

પાઉલો કોએલો
" જો તમે જીવન માં સફળ થવા માંગતા હો તો તમારે એક નિયમ તો પાળવો જ પડશે  - " પોતાની જાત  સાથે ક્યારેય ખોટું ના બોલવું . . . "

- પાઉલો કોએલો

આજ નો વિચાર : 18/03/2014

Monday, 17 March 2014

પાઉલો કોએલો ના વિચારો


" જીવન બહુ જ ટૂંકું છે, કોઈ ના પ્રત્યે દિલ માં રહેલી લાગણીઓ ની અભિવ્યક્તિને મુલવતી રાખવાનો આપની પાસે સમય જ નથી. "

" જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઇ ગઈ હોય તેવી લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીયે માહિતી ખોટી છે. "

" તમને મંજિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોય તો ભગવાન પર ભરોષો રાખો, ઝાઝા સવાલો ના પૂછો. "

" મારે પૈસાદાર થવું છે - એ વાક્ય નું તમે મંત્ર ની જેમ હઝાર વાર રટણ  કર્યા કરશો તો તેનો કશો અર્થ નથી, પણ જો તમે તમારાં સપનાઓને પકડી રાખસો તો ગરીબ નહિ જ રહો."

" માણસ નથી સમય ને લીધે બદલાતો કે નથી જ્ઞાન તેને બદલી શકતું, એક જ વસ્તુ તેને બદલી સકે છે એ છે : પ્રેમ. "

" સ્વપ્ન ને મેળવતા એક બાબત અટકાવે છે અને તે છે - નિષ્ફળતાનો ભય. "

" જીવન નું રહસ્ય એ છે કે તમે ભલે સાત વાર નિષ્ફળ જાઓ પણ, આઠમી વાર ફરીથી પ્રયત્ન કરો. "

# પાઉલો કોએલો ના વિચારો

અનુવાદિત : નિમેષ, તા: 17.03.2014 - સોમવાર


Wednesday, 12 March 2014

જિંદગી



" માત્ર ત્રણ સબ્દો માં હું મારી જિંદગી ને વર્ણવી સકું છું - It goes on . . . ."

- રોબર્ટ ફ્રોસ્ટ

Saturday, 1 March 2014

આજ નો વિચાર : 01/03/2014



 "  બળવાન બનો, . . .  વધુ સાહસ કરો . . . અનુભવ નો બીજો કોઈ વિકલ્પ નથી. . . "

- પાઉલો કોએલો

આજ નો વિચાર : 01/03/2014

Sunday, 19 January 2014

આજ નો વિચાર : 19/01/2014


" જે પોતાના હાથ વડે કામ કરે છે તે મજુર છે,

જે પોતાના મગજ વડે કામ કરે છે તે કારીગર છે,

અને જે પોતાના હાથ, મગજ, અને હ્યદય વડે કામ કરે તે કલાકાર છે. . . "

# આજ નો વિચાર : 19/01/2014